Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જેતપુરમાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓનું સન્માન

 જેતપુરઃ સામાજીક કાર્યો કરતી સંસ્થા જેસીઆઇ જેતપુર દ્વારા વિજ્ઞાન, ગણિત, પર્યાવરણની અવનવી પ્રદર્શન કૃતિઓ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી અને તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જેસી કલ્પેશ સખરેલીયા સેક્રેટરી જેસી રમેશ માલવિયા પો. ચેરમેન વિષ્ણુ બુટાણી, જીએલસી જેસી મહેશ રાદડિયા, આઇપીપી જેસી અલ્પેશ ભુવા, પુર્વ પ્રમુખશ્રીઓ તથા જેસી મિત્રો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો તે પ્રસંગની તસ્વીર.

(1:01 pm IST)