Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

આટકોટ ભાદર નદી ઉપર અંબાજી મંદિર પાસે ક્રોઝ વે બાંધી આપવા માંગણી

આટકોટ તા.ર : આટકોટ પાસે ભાદર નદીના કાંઠે આવેલ ઐતિહાસિક અને નયનરમ્ય અંબાજીનાં મંદિર પાસે ભાદર નદી ઉપર ક્રોઝવે બાંધી આપવાની માંગણી કરવામાં આવી છે.

આ અંગે જય આદ્યશકિત સેવા મંડળે કેબીનેટ મંત્રી નીતીનભાઇ પટેલને લેખીત જાણ કરી તાત્કાલીક ક્રોઝવે બનાવી આપવા માંગણી કરી છે.

આટકોટનાં આ ઐતિહાસિક અંબાજી મંદિરની સ્થાપના પરાક્રમી રાજા લાખા ફુલાણી દ્વારા બાંધવામાં આવ્યું છે. આ મંદિર ઐતિહાસિક ધરોહરનું સાક્ષી છે. આ સ્થળ ઉપર દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો ભરાય છે. તેમજ દર વર્ષે મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં આજુબાજુના ૫૦ જેટલા ગામોના લોકો ઉત્સાહથી જોડાય છે.

આ સ્થળે જવા માટે આટકોટ ગામની વચ્ચેથી માત્ર એક જ રોડ છે અને એ પણ સીંગલ પટ્ટી હોય બહારગામથી આવતા લોકોને ખૂબ જ અગવડતા પડે છે.

મંદિરના સામાકાંઠેથી આટકોટ સાણથલી રોડ પસાર થાય છે પરંતુ વચ્ચે ભાદર નદી હોય અને ત્યાં ચેક ડેમો બનાવવામાં આવ્યા હોય એ રોડ ઉપરથી મંદિર સુધી ચોમાસામાં તો જઇ શકાય તેમજ ના હોય અને પાણી સુકાય ગયા પછી વાહન લઇને પણ નથી જઇ શકાતુ. દૂરથી આવતા શ્રધ્ધાળુઓ કે વૃધ્ધો કયારેક દર્શન કર્યા વગર પરત જતા રહેતા હોય આટકોટ - પાંચવડા રોડ ઉપરથી અંબાજી મંદિર આવવા માટે ભાદર નદી ઉપર ક્રોઝવે બનાવી લીંક રોડથી જોડી દેવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે.

ઉલ્લેખનીય છે કે, આ માટે અગાઉ પણ અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે તો આ અંગે હવે યોગ્ય ઉકેલ લાવવાની આટકોટના અંબાજી મંડળે માંગણી કરી છે.(૪૫.૬)

 

(12:41 pm IST)