Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મોરબી-માળીયા (મિં)ના રસ્તાઓના કામો અંગે સફળ રજુઆત

મોરબી તા.રઃ મોરબી-માળીયા (મિં.)ના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ વિવિધ રસ્તાઓ અંગે રાજયના માર્ગ-મકાન વિભાગને વખતો વખત રજુઆતો કરેલી. તે અન્વયે મોરબી તાલુકાના નેશનલ હાઇવેથી ગાળા, જેતપર મચ્છુથી રાપર રોડ તેમજ માળીયા (મિં.) તાલુકાના મોટાભેલાથી ભાવપર રોડ સુવિધાપથ યોજના અંતગૃત પંચાયત હસ્તકના મોરબી-માળીયા (મિં.) તાલુકાના આ રસ્તાના કામોને જરૂરી જોબ નંબર ફાળવવામાં આવેલ છે.

સુવિધાપથ યોજના અંતર્ગત મંજુર થયેલ મોટા ભેલા - ભાવપર રોડ, નેશનલ હાઇવેથી ગાળા રોડ તેમજ જેતપર મચ્છુ-રાપર રોડના કામો અંગે ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવા કાર્યપાલક ઇજનેરશ્રીને જણાવેલ છે. (૧૧.૬)

(12:40 pm IST)