Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

શિક્ષક કનૈયાલાલ દેવાણી પણ પુણ્યના ભાગીદાર બન્યા

શ્વસુરપક્ષ દ્વારા પુત્રવધુને દિકરી બનાવી પુનઃલગ્ન કરાવી આપ્યાઃ કોડીનારની કથા

કોડીનાર, તા.૨: કેશોદમાં ચાની લારી ચલાવતા એક ગરીબ પરીવારના મોભી મોહનદાસ તોતારામનું પ૦ વર્ષે દુખદ અવસાન થયેલ તેઓ તેમના પરીવારમાં પત્ની ગીતાબેન, ઉપરાંત ૪ નાની દિકરીઓને વરલાપ કરતા છોડી ગયા હતા. આ પરીવાર ઉપર જાણે આભ તુટી પડયુ. આ પરીવારના ભરણપોષણ અને દિકરીઓના લગ્નના કાર્યમાં કોડીનાર કન્યાશાળાના શિક્ષક કનૈયાલા.એલ.દેવાણી સંપુર્ણપણે સહભાગી બન્યા.

મોટી દિકરી ભાવનાના લગ્ન બાંટવા મુકામે શ્રી દયાલદાસ માખીજાના પુત્ર મેઘરાજ સાથે તા.૧૯/૨/૨૦૧૦ તથા બીજી દિકરી રેણુકાના લગ્ન ભાવનગર નિવાસી શ્રી દિલીપભાઇ વાઘવાણીના પુત્ર હિતેષ સાથે કરાવી આપ્યા. ઇશ્વર કૃપાથી બંને દિકરીઓ ખુબજ સુખી હતી પરંતુ વિધાતાએ ભાવનાનું દામ્પતીય જીવન જાણે ટુકુ લખ્ય હોય તેમ તેના પતિ મેઘરાજનું તા.૨૧/૧/૨૦૧૭ ના રોજ હ્રદયરોગના હુમલાથી અવસાન થયેલ જો કે ૭ વર્ષના દામ્પતીય જીવનમાં તેમને ત્યાં કોઇ સંતાનનો જન્મ થયો નહતો. ભાવના અકેલી પડી પિયર બીલકુલ ગરીબ પણ શ્વસુર પક્ષ્માં દયાલદાસ માખીજા પરીવારના તમામ સદસ્યોએ તેને દિકરીની જેમ ઘરમાં સ્થાન આપી અને યોગ્ય જગ્યાએ પરણાવવાનો સંકલ્પ કર્યો જેમાં કોડીનારના શિક્ષક શ્રી કનૈયાલાલ. એલ. દેવાણી નો ડગલે ને પગલે સહકાર મળ્યો બંને પરીવારોએ મળી પોણા બે વર્ષની શોધ બાદ અંતે તા.૨૧/૯/૨૦૧૮ના રોજ જામનગરના રહેવાસી શ્રી ઢોલુમલ સંગતાણીના પુત્ર હિતેષ સાથે ભાવનાના પુનઃલગ્ન કરાવી ભાવનાને નવજીવન આપ્યુ. જેમાં નિરંકારી મીશન જામનગર શાખાનો પણ સહકાર મળેલ.(૨૩.૩)

(12:39 pm IST)