Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મોરબી વિભાગ સેવા સહકારી મંડળી અને માર્કેટયાર્ડ એજન્ટોની મંડળીની સાધારણ સભા સંપન્ન

અકસ્માતમાં મૃત્યુ પામેલ ૬ ખાતેદારોના વારસદારોને સહાયના ચેક અર્પણ

મોરબી, તા.૧: મોરબી વિભાગ સેવા સહકારી મંડળી લી. અને માર્કેટ યાર્ડ કમિશન એજન્ટોની શરાફી મંડળી લી.ની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. સભામાં સ્વાગત પ્રવચન સહકારી મંડળીના પ્રમુખ અમરશીભાઈ દેત્રોજાએ આપ્યું હતું. બાદમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, નાફેડના ચેરમેન વાદ્યજીભાઈ બોડા, મગનલાલ વડાવીયા, એ.આર.વિડજાના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

જયેશભાઇ રાદડિયા અને વાદ્યજીભાઈ બોડા સહિતના અગ્રણીઓનું સન્માન કરવામા આવ્યું હતું. મોરબી વિભાગ સેવા સહકારી મંડળી લી.ના મંત્રી કાનજીભાઈ ભાગીયાએ સાધારણ સભાનો અહેવાલ આપતી વખતે મંડળીએ રૂ. ૪૦.૧૫ લાખનો નફો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. જયારે માર્કેટ યાર્ડ કમિશન એજન્ટોની શરાફી મંડળી લી.ના ચેરમેન મગન વડાવીયાએ અહેવાલ આપતી વેળાએ મંડળીએ રૂ. ૪૮ લાખનો નફો કર્યો હોવાનું જાહેર કર્યું હતું.

આ તકે રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી. દ્વારા અકસ્માતથી મૃત્યુ પામેલા ૬ ખેડૂત ખાતેદારોના વારસદારોને મહાનુભાવોના હસ્તે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના ડાયરેકટર એ.આર.વિડજાએ જણાવ્યું કે રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં મોરબીનો નફો ઘણો વધારે છે. મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક નમૂનેદાર બની છે. રાજયમાં ૧૮ અને ભારતમાં ૩૫૦ જેટલી બેંક કાર્યરત છે. આ બેંક રાજકોટ મોરબીમાં ૨.૨૫ લાખ સભાસદો ધરાવે છે. બેંકની થાપણ ૪૫૦૦ કરોડને આંબી છે. સહકારી માળખામાં કયારેય રાજકારણ નહિ આવવા દઈએ. સરકારી પ્રવૃત્ત્િ।ને કયારેય ડાદ્ય ન લાગે તે માટે પૂરતા પ્રયાસો કરાશે. આ સભામાં નાફેડના ચેરમેન વાદ્યજીભાઈ બોડાએ જણાવ્યું કે સહકારી પ્રવૃત્ત્િ।ને ટકાવી રાખવીએ આપણી સૌની જવાબદારી છે.(૨૨.૧૩

(12:36 pm IST)