Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પડધરીના ઉકરડા ગામમાં જીલ્લા બેંકની શાખાનું ઉદઘાટન

ત્રિવિધ કાર્યક્રમમાં જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિ

 પડધરી તા.ર : પડધરી તાલુકાના ઉકરડા ગામે શ્રી રાજકોટ ધી કો.ઓપ.બેંક.લી. અને શ્રી ઉકરડા જૂથ સેવા સહકારી મંડળી લી.ના સંયુકત ઉપક્રમે જીલ્લા બેંકની ૧૯૧મી શાખાનો શુભારંભ તેમજ બેંક ધારા સભાસદોના અકસ્માત વિમા પોલીસી અંતર્ગત અકસ્માતે અવશાન પામેલ ખેડુત સમાસદોના વારસદારોને વિમાની ચેકની રકમ અર્પણ અને બેંકની ફાયનાન્શીયલ લીટ રેસી માટે મોબાઇલ વાનનું લોકાપર્ણ, સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા અને ખેડુત શિબિર સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ જયેશભાઇ રાદડીયા (કેબીનેટ મંત્રી નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત - ગુજરાત રાજય) તેમજ સહકારી અને રાજકીય મહાનુભાવો ડો.ડાયાભાઇ પટેલ, વાઘજીભાઇ બોડા, પ્રવિણભાઇ રૈયાણી, ડી.કે.સખીયા, લલીતભાઇ કગથરા, બાવનજીભાઇ મેતલીયા, વી.પી.વૈશ્ણવ, પરસોતમભાઇ સાવલીયા, પરસોતમભાઇ લુણાગરીયા, જયશ્રીબેન વૈષ્ણવ, જયોત્સનાબેન ગઢીયા, રાઘવજીભાઇ લુણાગરીયા, હકુભા જાડેજા, જેરાજભાઇ વૈષ્ણવ, હેમભા જાડેજા, પ્રવિણભાઇ હેરમા, ગીરીરાજસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડ અને જીલ્લા બેંકના ડીરેકટરશ્રીઓ, જીલ્લા બેંકના જનરલ મેનેજર વી.એમ.સખીયા, ડે.મેનેજર બી.એમ.હીરપરા, જોનલ સી.બી.બાંભણીયા, જીલ્લા બેંકના સલાહકાર શ્રી તારપરા, પડધરી મામલતદાર પી.એલ.ગોઠી અને તાલુકાની વિવિધ સહકારી સંસ્થાના પદાધિકારી, કર્મચારી અને બહોળી સંખ્યામાં સહકારી સંસ્થાના સભાસદોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયેલ. કાર્યક્રમની વિધિ જીલ્લા બેંક પડધરી શાખાના મેનેજર પી.એચ.પેઢડીયાએ કરી હતી.(૪૫.૫)

(12:35 pm IST)