Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સવારથી જ ઉનાળા જેવી ગરમી

સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર રૂતુનો અનુભવ

રાજકોટ તા ૨ : રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર રૂતુનો માહોલ યથાવત છે, આવા વાતાવરણ વચ્ચે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે

ભાવનગર

ભાવનગર શહેરમાં આજે મહતમ તાપમાન ૩૭.૭ ડીગ્રી સન્ેટીગ્રેડે આંબી જતા નગરજનો બપોરે ગરમીથી અકળાઇ ગયા હતા. રોજબરોજ ગરમીનો આંક વધતો જાય છે તો  ઉનાળા જેવી ગરમી અનુભવાય છે. ભાવનગરમાં આ વર્ષે ચોમાસામાં  પાછોતરો વરસાદ લગભગ નહિ બરાબર વરસ્યો છે, આથી શહેરમાં ભાદરવા મધ્યે ઉનાળામાં આરંભ જેવી ગરમી વરસી રહી છે. શહેરનું લઘુતમ તાપમાન ૨૩.૪ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૨૯ ટકા નોંધાયું છે (૩.૪)

(12:34 pm IST)