Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જામજોધપુરમાં ગાંધી જયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી

 જામજોધપુર : આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે જામજોધપુર શહેરમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા વિશાળ રેલી નીકળી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન અંગેના વિવિધ બેનરો લગાવી સ્વચ્છ ભારત સુંદર ભારતના નારા લગાવ્યા તેમજ જામજોધપુર નગરપાલિકા દ્વારા મુખ્ય ચોકમાં ગાંધીજીની પ્રતિમાને નગર પાલિકાના પ્રમુખ સોનલબેન જાવીયા, સદસ્ય હેપીબેન ભાલોડીયા, પૂર્વ નગરપતિ નરેન્દ્રભાઇ કડીવાર સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(12:31 pm IST)