Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

માળીયામિંયાણાઃ ખાખરેચી નજીક વિદ્યાર્થીઓએ ફરી બસ રોકી વિરોધ નોંધાવ્યો

 માળીયામિંયાણાઃ મોરબી એસ ટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટની બસો અપૂરતી દોડાવવામાં આવતી હોય તેમજ બસોની અનિમિતતાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોય જેથી નારાજ વિદ્યાર્થીઓ બસ રોકો આંદોલન કરવા મજબુર બને છે ફરીથી વિદ્યાર્થીઓએ ખાખરેચી નજીક બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો મોરબી માળીયા હાઇવે પરના ૨૦ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે જોકે ડેપો દ્વારા સવારે એક જ બસ ચલાવવામાં આવતી હોય જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે તો અગાઉ હાઇવે પર બસ રોકી બાદમાં વિદ્યાર્થીઓએ બસ ડેપોમાં ચકકાજામ કર્યો હતો ત્યારે તંત્રએ ખાતરી આપી હતી જોકે ખાતરી લોલીપોપ સાબિત થતા ફરી વાર વિદ્યાર્થીઓની સમસ્યા યથાવત રહેતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ખાખરેચી નજીક બે બસો રોકી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર.રજાક બુખારી)

(12:28 pm IST)