Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ચોટીલાના મોટી મોલડી ગામની શાળામાં થયેલી ચોરીમાં વધુ બે શખ્સોની ધરપકડ

વઢવાણ, તા. ર : ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે માસ પહેલા થયેલ એલસીડી, કોમ્પ્યુટર સામગ્રી, વિગેરે રૂ. ૨૩,૦૦૦/- ના મુદામાલની દ્યરફીડ ચોરીના ગુન્હામાં બામણબોર પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે....ં

૦૪.૦૮.૨૦૧૯ ના અરસામાં ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલની ઓફિસના તાળા નકુચા તોડી, એલસીડી ટીવી કોમ્પ્યુટર સહિતના કુલ રૂ. ૨૩,૦૦૦/- ના મુદામાલની ચોરી કરવામાં આવેલ હતી. લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફના હે.કો.જયેશભાઇ પટેલ, પ્રતાપસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ ર્ંઆરોપી રમેશભાઈ કેશુભાઈ લૂંભાણી તા.કોળી રહે. મોટી મોલડી તા. ચોટીલાને ચોરીમાં ગયેલ તમામ કિંમત રૂ. ૨૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન મોટી મોલડી ગામના જ પોતાના મિત્રો ભાવેશભઈ કોળી તથા જગદીશ કોળી સાથે મળી, ત્રણેય જણાએ મળી, આ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. જયારથી આ ગુન્હામાં આ બંને આરોપીઓના નામ ખૂલેલ હતા ત્યારથી આ ર્ંઆરોપીઓ પોલીસ પકડથી નાસતા ફરતા વોન્ટેડ હતા અને જયારે પોલીસ તપાસમાં જાય ત્યારે નાસી જતા અને ધરપકડ ટાળવા ગામેથી ભાગી જર્તાં હતા.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફના હે.કો.જયેશભાઇ પટેલ, દલસુખભાઈ ફુલાભાઈ દેવેન્દ્રભાઈ રાવલ વલ્લભભાઈ ખટાણા પ્રતાપસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે બામણબોર પોલીસ સ્ટેશનના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામેથી આ દ્યરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ ર્ંઆરોપીઓ (૧) ભાવેશભઈ બાબુભાઇ લૂંભાણી જાતે તા.કોળી ઉવ. ૩૦ રહે. મોટી મોલડી તા. ચોટીલા તથા (૨) જગદીશભઈ દેવશીભાઇ લૂંભાણી જાતે તા.કોળી ઉવ. ૨૮ રહે. મોટી મોલડી તા. ચોટીલાને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે....ં

પકડાયેલ આરોપીઓ ભાવેશભઈ કોળી તથા જગદીશભાઈ કોળીની બામનબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા સદ્યન પૂછપરછ હાથ ધરવામાં આવતા, ર્ંગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે. પોતે બંને બેકાર હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ, શાળામાં રજા હોઈ, સામાન ચોરી કરી, વહેંચીને રૂપિયા મળશે એવું વિચારી ગુન્હો કરેલાની અને મુદામાલ વહેંચાયો એ પહેલાં પકડાય ગયા અંગેની કબૂલાત કરવામાં આવેલ હતી..(૯.૪)

(12:25 pm IST)