Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પુત્રને ગાળો આપવા બાબતે કહેવા જતા બાબુભાઇ તથા પુત્ર ચીરાગ પર કુહાડીથી હુમલો

ગોંડલમાં બનાવઃ વિજય દેવીપુજક, શીકી દેવીપુજક અને સુરેશ દેવીપુજક સામે એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ, તા., ૨: ગોંડલની ખોડીયાર હોટલ પાસે મગફળી ઉપાડવા માટે મજુરોને કહેવા ગયેલા વણકર યુવાનને તું અહી કેમ આવ્યો છે? કહી ગાળો આપવા બાબતે કહેવા ગયેલા પુત્ર અને તેના માતા-પિતાને દેવીપુજક દંપતી સહિત ત્રણ શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી કુહાડીથી હુમલો કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના મુખી પેટ્રોલ પંપની બાજુમાં રહેતા બાબુભાઇ ઉકાભાઇ ગોહેલ (ઉ.વ.૩પ) નો પુત્ર ચીરાગ ગઇકાલે વાડીએ મગફળી ઉપાડવા માટે મજુરને કહેવા માટે વિજય અમરશી દેવીપુજકના ઘરે ગયો હતો. ત્યારે વિજયની પત્ની શીકી દેવીપુજક અને તેનો પુત્ર સુરેશે ગાળો આપી તું અહી કેમ આવેલ છો? તેમ કહેતા ચીરાગ પોતાના ઘરે જઇ તેના પિતા બાબુભાઇ અને માતાને વાત કરતા પિતા બાબુ તેની પત્ની અને પુત્ર ચીરાગ ત્રણેય દેવીપુજક શખ્સોના ઘરે જઇ બાબુભાઇએ મારા પુત્રને કેમ ગાળો આપો છો? તેમ કહેતા વિજય તેની પત્ની શીકી અને પુત્ર સુરેશ ઉશ્કેરાઇ જઇ બાબુભાઇ સાથે ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને વિજય દેવીપુજકે કુહાડી બાબુભાઇને માથામાં ફટકારી ઇજા કરી હતી અને ચીરાગને માર મારી ત્રણેય ભાગી ગયા હતા. આ અંગે ગોંડલ સીટી પોલીસે બાબુભાઇ ગોહેલની ફરીયાદ દાખલ કરી રૃરલ એસસી એસટી સેલે તપાસ હાથ ધરી ેછે.

(12:22 pm IST)