Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બગથળામાં હાર્દિક પટેલના ઉપવાસ : સરકાર સામે આક્રોશ

દેવા માફી, પાટીદાર અનામત, અલ્પેશ કથીરીયાની જેલમુકિત માટે સૌરાષ્ટ્રમાં આંદોલનના મંડાણ

 

મોરબી જિલ્લાના બગથળા ખાતે પાસના કન્વીનર હાર્દિક પટેલે એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં મહુવાના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કળસરીયા પણ જોડાયા હતા. આ તકે હાર્દિક પટેલે મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિતે લોકોને ન્યાય આપવા માંગણી કરી હતી

રાજકોટ, તા., ૨: મોરબી જીલ્લાનાં બગથળામાં આજે હાર્દિક પટેલના એક દિવસના પ્રતિક ઉપવાસ યોજાયા છે અને સરકાર સામે આક્રોશ વ્યકત કરવામાં આવ્ી રહયો છે.

હાર્દિક પટેલ મોડી સાજે મોરબીમાં નવા ગામે આવી પહોંચ્યા બાદ ખેડુતો સાથે ખાટલા બેઠક કરી હતી. હાદિૃક પટેલના પ્રતિક ઉપવાસના સમર્થન માટે જીજ્ઞેશ મેવાણી અને કનુ કલસારીયા આવે તેવી સંભાવના છે.

મોરબીના બગથળા ગામે બીજી ઓકટોબર ગાંધી જયંતીએ ખેડુતોના દેવા માફી અને પાટીદારોને અનામત તથા અલ્પેશ કથીરીયાની જેલ મુકિતની માંગણી સંદર્ભે હાર્દિક પટેલનો પ્રતિક ઉપવાસ મોરબી પાસ કન્વીનર મનોજ પનારા જણાવ્યું હતું કે પ્રતિક ઉપવાસ માટે હાર્દિક પટેલ મોડી સાંજે મોરબીના નવા ગામે આવી પહોંચ્યા બાદ તેમનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયુ હતું અને ત્યાં તેમણે રાત્રી જમણ લીધા બાદ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી તેમની સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી હતી.

જયાં સાધુ સંતોના આર્શીવચન ત્થા આવનારા મહેમાનોને અભિપ્રાય લેવાશે. અને આ પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. અને ત્યાં હાર્દિક પટેલ વકતવ્ય આપશે. તેમજ તેઓ સાંજે પ વાગ્યે પ્રતિક ઉપવાસ પુરા કરી નસીતપર જઇ ત્યાં રાત્રી જમણ લઇને પરત અમદાવાદ જશે.

હાર્દિક પટેલે ગઇકાલે નવાગામમાં ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ ખેડૂતોએ સિંચાઇ, પીવાના પાણીની પરિસ્થિતિ વણસી છે. તેમ જણાવ્યું હતું.

(3:40 pm IST)