Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સિંહોનાં મોત નાં માતમને બદલે વનવિભાગનાં પ્રસિધ્ધી માટે વલખા

અત્યાર સુધીમાં ૨૧ સિંહોના મોત મુદ્દે કર્મચારીઓ કામગીરી કરતા હોવાનો દાવોઃ સારવાર આપવામાં આવતી હોવાની વાતો

જુનાગઢ, તા.૨: ગીર જંગલમાં અત્યાર સુધીમાં ૨૧ સિંહોના મોત નીયજયા હોવાનું વનવિભાગ હોવાનું વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જુનાગઢ માહિતી બ્યુરો દ્વારા મોકલવામા આવેલી વન વિભાગની અખબારી યાદીમાં સિંહોના મોત અંગે કોઇ બાબત જાણવવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયુ છે.

ગિર(પુર્વ) વિસ્તારમાં આવેલ દલખાણિયા રેન્જ અને જશાધાર રેન્જમાં તારીખ ૧૨-૯-૧૮ થી તા. ૧૯-૦૯-૨૦૧૮નાં સમયગાળા દરમ્યાન કુલ ૧૧ સિંહોનાં મૃત્યુના બનાવ બનેલ હતા જે પૈકી સાત સિંહોનું મૃત શરીર જંગલમાંથી મળી આવેલ, જયારે ચાર સિંહોનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ હતુ. સદર સિંહોનાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટ મુજબ સિંહોનાં મૃત્યુના કારણોમાં ઈન્ફાઇટીંગથી થતી ઈજા રેસપીરેટરી અને હિપેટીક ફેલ્યોર વગેરે પ્રમુખ કારણો દર્શાવવામાં આવેલ છે.

ત્યારબાદ તે વિસ્તારમાં રહેઠાણ ધરાવતા અન્ય તમામ સીંહોનું આરોગ્ય ચકાસવાનાં હેતુસર તે વિસ્તારનાં સિંહોને રેસ્કયુ કરી જશાધાર રેસ્કયુ સેન્ટર ઉપર લાવી તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે. તમામ સિંહોનાં જુદા-જૂદા સેમ્પલો લઇ તેને નેશનલ ઇન્સ્ટીટ્યુટ વાયરોલોજી (એન.આઇવી) પુના વેટરનરી કોલેજ જૂનાગઢ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી જુનાગઢને મોકલવામાં આવેલ છે. જેથી આ સીંહોનાં મૃત્યુ સાથે સંકળાયેલ તમામ બાબતોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી સિંહોનાં લાંબાગાળાનાં સંરક્ષણ માટે ત્વરીત પગલા લઇ શકાય.

 તા. ૨૦-૯-૨૦૧૮થીતા. ૩૦-૦૯-૨૦૧૮ સુધી દલખાણિયા રેન્જનાં વનવિસ્તારમાંથી રેસ્કયુ કરીને લાવેલ કુલ ૧૦ સિંહોનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે. ઈજા પામેલ રેસ્કયુ કરેલ તમામ સિંહોનાં લોહીના નમુના અને મૃત્યુ પામેલ સિંહોનાં ટીસ્યુનાં નમુના નેશનલ ઈન્સટીટ્યુટ ઓફ વાયરોલોજી(એન.આઇ.વી.) પુના તરફથી મળેલ અહેવાલ મુજબ ચાર સિંહોનાં શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળેલ છે. જયારે ૬ કેસોમાં  વેટરનરી કોલેજ જૂનાગઢ તરફથી મળેલ અહેવાલ પ્રમાણે  વ્ I C K S  થી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઇન્ફે્કશન જોવા મળેલ છે. આ તમામ ઈન્ફેકશન સરસીયા (ઋણીયો) વિસ્તારનાં સિંહો પુરતુ મર્યાદિત જોવા મળેલ છે.

રાજય સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે સરસીયા નજીક આવેલ સેમરડી વિસ્તારમાં કાયમી નિવાસ કરતા તમામ સિંહોને રેસ્કયુ કરીને જામવાળા રેસ્કયુ સેન્ટર ઉપર લાવવામાં આવેલ છે. તેમજ તેમને આઇસોલેટ કરવા( એકાંતમાં રાખવા) ઈન્સ્યુલેટ કરવા(બિમારીથી રક્ષણ આપવા) તેમજ તેમના ઉપર આવી કોઇ બિમારીની અસર થયેલ છે કે કેમ તેનું અવલોકન કરવા તેમજ જરૂરી જણાય તે કિસ્સામાં સારવાર કરવાનાં હેતુસર રેસ્કયુ સેન્ટરમાં અવલોકન હેઠળ રાખવામાં આવેલ છે. સેમડી વિસ્તારમાંથી રેસ્કયુ કરવામાં આવેલ ૩૧ સિંહોમાં પ્રથમ દ્રષ્ટીએ બીમારનું કોઇ પ્રમાણ જોવા મળેલ નથી અને તમામ સિંહો હાઇ સ્વસ્થ છે.

 રાજય સરકાર દ્વારા નિષ્ણાંતોની સેવા મળી રહે તે હેતુથી ઈન્ડીયન વેટરનરી રિચર્સ ઈન્સટીટ્યુટ (IVRI) બરેલ ઉત્ત્।ર પ્રદેશનાં ત્રણ નિષ્ણાંતો દિલ્હી ઝુનાં પાંચ નિષ્ણાંતો અને લાયન સફારી ઈટાવા ઉત્ત્।ર પ્રદેશનાં બે નીષ્ણાંતોની સેવાઓ પણ સિંહની સારવાર માટે લેવામાં શરૂ કરવામાં આવેલ છે. આ તમામ ટીમોનાં નિષ્ણાંતો સિંહોનું અવલોકન અને સકાચણી રિપોર્ટ અને દસ્તાવેજોનું અવલોકન તેમજ લોહીનો નમુનો કીડની અને લીવર ફંકશન વગેરેનું પરીક્ષણ કર્યાબાદ આપવામાં આવેલ સલાહ મુજબ આગળનાં તમામ પગલાઓ રાજય સરકારશ્રી દ્વારા તાત્કાલીક ભરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા સાવચેતીનાં પગલારૂપે અમેરીકાથી પણ અમુક દવાઓ (VACCINE) મંગાવવામાં આવી રહી છે જેથી આગોતરા સાવચેતીના પગલાઓ સત્વરે ભરી શકાય,

 તા. ૨૪-૯-૨૦૧૮ થી ૨૯-૯-૨૦૧૮ દરમ્યાન ૫૫૦ કર્મચારીઓની ૧૪૦ જેટલી ટીમોએ આશરે ૩૦૦૦ ચોરસ કીલોમિટર વિસ્તારમાં ઈજાગ્રીસ્ત અને બિમાર સિંહોને શોધવા સિંહોનું સ્ક્રીનીંગ કરેલ છે. છેલ્લી સિંહોની વસ્તીગણતરીને ધ્યાને લેતા સિંહોની સંખ્યામાં વધારો જોવા મળેલ છે. આશરે ૬૦૦ જેટલા સિંહોનું નિરીક્ષણ કરવામાં આવેલ જેમાંથી માત્ર ૯ બિમાર સિંહ જોવા મળેલ, જે પૈકી ૪ ને સ્થળ ઉપર સારવાર આપવામાં આવેલ છે. અને પાંચને રેસકયુ સેન્ટર પર સારવાર માટે લાવવામાં આવેલ છે. ગીરમાં અન્ય કોઇ સ્થળે આવી બાબત નોંધાયેલ નથી તેમ મુખ્ય વન સંરક્ષકશ્રી વન્યપ્રાણી વર્તુળ ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.(૨૨.૫)

(12:20 pm IST)