Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઢાંઢણીમાં દિનેશે ફાકી લઇ આવવાની ના પાડતાં બે શખ્સે પગ ભાંગી નાંખ્યો

હાર્દિક જાદવ અને સુભાષ જાદવ નામના બે ભાઇઓની શોધ

રાજકોટ તા. ૨: ત્રંબાના ઢાંઢણી ગામે રહેતાં દિનેશ સગ્રામભાઇ કડવાણી (ઉ.૩૦) નામના કોળી યુવાનને ગામમાં હાર્દિક કાનાભાઇ જાદવ અને સુભાષ કાનાભાઇ જાદવ નામના શખ્સે ધોકાથી માર મારતાં પગ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

 

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ જી.એન. વાઘેલાએ દિનેશની ફરિયાદ પરથી બંને શખ્સો સામે ગુનો નોંંધ્યો છે. દિનેશ ફાકી ખાવા જતો હતો ત્યારે હાર્દિક અને તેના ભાઇ સુભાષે અમારી ફાકી પણ લેતો આવજે તેમ કહેતાં દિનેશે ના પાડતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી હતી. ગાળો દેવાની ના પાડતાં ધોકાથી હુમલો કર્યો હતો જેમાં જમણો પગ ભાંગી ગયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરવા ચક્કો ગતિમાન કર્યા છે.

(12:19 pm IST)