Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પોરબંદરમાં ગાંધી સ્મૃતિ ભવનની અવદશા :મળી દારૂની ખાલી બોટલો !: યોગ્ય જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં

ગ્રંથાલયના કબાટમાં રહેલા ગાંધીજીના પુસ્તકોના કબાટનું તાળું ખુલ્યું જ નથી

 

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે  ગાંધી જન્મભૂમી તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે કરોડો રૂપીયાનાં ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ, જેનું ઉદઘાટન ગુજરાતનાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ આજે સ્મૃતી ભવનના ગ્રંથાલય અને સંગ્રાહલયની યોગ્ય જાળવણીના અભાવે ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયા છે

   ચોપાટી નજીક અનેક વાદ-વિવાદો બાદ ગાંધી સ્મૃતિભવનનું નિર્માણ કર્યું હતું. સ્મૃતિભવનના સંગ્રાહલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસ્વીરો તેમજ યાદગાર પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારીત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

સ્મૃતીભવનના લોકાર્પણ બાદ સ્મૃતિભવનનું સંચાલન રાજ્યસરકારનાં યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ હાલ ગાંધી સ્મૃતિભવન ફક્ત શોભાના ગાઠીયા સમાન બની ગયું છે, સ્ટાફના અભાવે આજ દીન સુધી ગ્રંથાલયના કબાટમાં રહેલા ગાંધીજીના પુસ્તકો બહાર નથી આવ્યા, એટલે કે કબાટનું તાળું નથી ખુલ્યું.

ગાંધી સ્મૃતિભવનમાં અસુવિધાઓ અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા જનતા રેડ કરવામા આવી હતી, જનતા રેડ દરમિયાન સ્મૃતિભવનની અંદર લાઈબ્રેરી અને સંગ્રાહલયની મુલાકાત દરમિયાન કેટલીક અસુવિધાઓ સામે આવી હતી,

ગાંધી સ્મૃતિભવનમાં અસુવિધાઓ અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા જનતા રેડ કરવામા આવી હતી, જનતા રેડ દરમિયાન સ્મૃતિભવનની અંદર લાઈબ્રેરી અને સંગ્રાહલયની મુલાકાત દરમિયાન કેટલીક અસુવિધાઓ સામે આવી હતી, સાથે સ્મૃતિ ભવનની છત પર અને પાછળના ભાગે થી દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન પણ મળી આવ્યા હતા.

(1:00 am IST)