Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

સલાયાની યુવતીનું બોગસ ફેસબુક આઇડી બનાવી ભેજાબાજે જૂના મિત્ર સાથેના ફોટા અપલોડ કર્યા

ખંભાળિયા તા.૨: સોશ્યલ મિડીયાનો ઉપયોગની સાથે દૂર ઉપયોગ પણ થતો હોય છે. ત્યારે ફેસબુક કે સોશ્યલ સાઇટ પર ફોટો અપલોડ કરતી મહિલાઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સલાયાની એક યુવતીનું ખોટું ફેસબુક આઇડી બનાવી શખ્સે મહિલાના જૂના મિત્રો સાથેના ફોટો અપલોડ કરી બદનામ કરવાની પેરવી કરતાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છેે.

વિગત મુજબ સલાયામાં પોસ્ટઓફીસ પાસે રહેતી ખ્યાતીબેન નવનિતભાઇ કિરતસાતા (ઉ.વ.૨૮)ની યુવતીનું કોઇ અજાણ્યા ઇસમે ફેસબુક પર બોગસ આઇડી બનાવી યુવતીના જૂના મિત્રો સાથેના ફોટા અપલોડ કરી બદનામ કરવાનું કાવત્રું રચતા આ અંગે યુવતીને ખબર પડતાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ખંભાળિયા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ એમ.એન.એન.પંડ્યા ચલાવી રહ્યા છે.

અહીં દવા છાંટવા આવતો નહી કહી કલ્યાણપુરના આધેડને ઘુસ્તાવ્યા

કલ્યાણપુરના કબીર નગરમાં રહેતા નથુભાઇ રૂડાભાઇ મકવાણા (ઉ.વ.૫૦) અનુ.જાતિના આધેડે ગામના જ કરશન કાના ભારવાડીયાની વાડી ભાગમાં વાવવા રાખેલ હોય ત્યારે આધેડ વાડીએ દવા છાંટવાનો પંપ લેવા ગયા ત્યારે કરશન દવા છાંટતો હોય અને આધેડને જણાવેલ કે અહી દવા છાંટવાનો પંપ ભરવા આવતો નહી કહી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી લાકડી લઇ મારવા માટે પાછળ દોડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હવે તું અહીં આવતો નહી તારા ટાંટીયા ભાંગી નાખીશ કહી ધમકી આપતાં શખ્સ વિરૂધ્ધ એટ્રો સીટી એકટ સહિતની ફરીયાદ કલ્યાણપુર પોલીસમાં નોધાવાઇ છે.

(1:39 pm IST)