Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

મેંદરડામાં ઠેર ઠેર ગંદકીના ગંજથી રોગચાળો ફેલાશે : ઝડપથી સફાઇની માંગ

મેંદરડામાં ઝીંઝુડા રોડ પર ટાવર પાસે ગંદકીના ઢગલા તસ્વીરમાં જોવા મળે છે. (તસ્વીર : ગૌતમ શેઠ)

મેંદરડા તા.ર : મેંદરડા ગ્રામ પંચાયતની હદમાં અનહદ ગંદકીના થર થી રોગ ચાળો ફેલાવવાનું દહેસત છે. મેંદરડા શહેરના તમામ ચોક વિસ્તાર તથા નાકા ગલીમાં કચરાના ઢગલા ખડકાય ગયા છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર વોકળા માં જતા આજુ બાજુ ના રહીશો તથા રાહદારીઓ હેરાન-પરેશાન છે.

જીવલેણ ઝેરી રોગો થવાની શકયતા હોય આરોગ્ય ખાતું સત્વરે જાગૃત થઇ ગંદકી દૂર કરાવે અને લોકોના આરોગ્ય ને થતું નુકસાન અટકે. આ અંગે મેંદરડા ગ્રામ પંચાયતના સતાવાળા ઓને મૌખિક અને લેખિત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. સોસાયટી વિસ્તારમાંઙ્ગ ગટરો ઉભરાઈ છે. કચરો ગંદકી સાફ કરવા કોઈજ આવતું નથી. આ અંગે જિલ્લા સતાવાળા ને પણ રજૂઆતો કરી સ્થળ તપાસ કરવા જાણ કરેલ છે.

મેંદરડા ગામ માં જાહેર માં એક પણ જાહેર યુરીનલ નથી તે પંચાયત માટે શરમજનક બાબત છે. અને જે જાહેર યુરીનલ હતી તે તોડી નાખેલ છે. આ અંગે મેંદરડા ની જનતા જાગૃત થાય તેવી સર્વે નગર જનોએ લાગણી વ્યકત કરી છે.

(12:16 pm IST)