Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

જામજોધપુરમાં લવમેરેજમાં મદદગારી કર્યાની શંકા રાખી યુવતીના પિતાએ માર માર્યો

જામનગર તા ૨  :  જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મુકેશ હેમપુર ગોસ્વામીએ ફરીયાદ જોંધાવી છે કે, બાબુપરી હેમપુરી ર્ગોસ્વામીની દિકરી હેતલબેન ચારેક માસ પહેલા ભાગીને લવ મેરેજ કરેલ હોય,જે બાબતે આરોપી બાબુપુરી હેમપુરી એ ફરીયાદી મુકેશભાઇ એ લવ મેરેજ કરવામાં મદદ કરેલ છે તેવી ખોટી શંકા રાખી ફરીયાદી મુકેશભાઇને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે એક ઘા મારી ડાબા હાથની અંગુઠા પાસેથી આંગળીમાં પોચાનાભાગે મુંઢ ઇજાકરી ગુનો કરેલ છે.

કોટાડા બાવીસી ગામે  જુગાર રમતા આઠ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ગીરીરાજસિંહ ઇંદ્રવિજયસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રવિણભાઇ છગનભાઇ ડંડાણીયાએ વાડીના મકાનમાં અશ્વિનભાઇ ઉફે.ર્ હસમુખભાઇ કણસાગરા, સુરેશભાઇ કાનજીભાઇ ફળદુ, કીરીટભાઇ હરીલાલ કોટક, અશોકભાઇ ધરમશીભાઇ બકોરી, હેમરાજભાઇ જેઠાભાઇ કણસાગરા, કિશોરભાઇ કુરજીભાઇ ડેડાણીયા, અનીલભાઇ છગનભાઇ વેગડ, કોટડા બાવીશીવાળા ને બોલાવી જુગારનો અખાડો ચલાવી રૃા ૩૭૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

(11:58 am IST)