Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સંવેદના દિવસ અંતર્ગત લાઠી નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : અનેકવિધ સેવાકીય પ્રકલ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો

સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ. સેવા સેતુ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ ,પદાધિકારીઓ સહિત અધિકારીઓની સેવાકીય ઉપસ્થિતી

લાઠી :  5 વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સંવેદના દિવસ અંતર્ગત લાઠી નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લાઠીની સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ હતો જેમાં વિવિધ સેવા પ્રકલ્પનો લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો
 રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારને પાંચ વર્ષ પુર્ણ થતા તેની ઉજવણીના ભાગ રૂપે લાઠીમાં સંવેદના દિવસ અંતર્ગત રાજ્યની સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે નવ દિવસના આયોજન મુજબ આજે બીજો દિવસ સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જેમાં સમગ્ર રાજ્યની સાથે અમરેલીના લાઠીમાં પણ  સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુનું આયોજન કરવમાં આવેલ.જેમાં રાજકીય અગ્રણીઓ,પદાધિકારીઓ સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી લાભાર્થીઓને સ્થળ પરજ કામગીરી કરી આપવામાં આવેલ.જેમાં લાઠીમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધેલ હતો

(10:13 pm IST)