Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલને ડીઝલચોરોને બખ્ખા : ટીંબડી પાટિયા પાસેથી ડીઝલ ચોરી

ટીંબડી પાટિયા નજીક મોટી સંખ્યામાં ટ્રકો પાર્કિંગ કરેલ હોય રાત્રીના સમયે ડીઝલ ચોરીને અંજામ આપતા તસ્કરો : ડીઝલ ચોરી થતા ટ્રાન્સપોર્ટરોને બેવડો માર

class="ii gt" id=":8z7">
મોરબીમાં જિસકા માલ ઉસકા હમાલ નિર્ણયની અમલવારી નહિ થતા ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી છે અને હડતાલને પગલે ટ્રકો ટીંબડી પાટિયા નજીક પડ્યા રહેતા હોય જેથી તસ્કરોને બખ્ખા જોવા મળે છે અને ડીઝલ ચોરીના બનાવો બની રહ્યા છે
મોરબીના ટીંબડી પાટિયા નજીક મોટી સંખ્યામાં ટ્રકો પાર્કિંગ કરેલ પડ્યા રહે છે હાલ હડતાલને કારણે ટ્રક પાર્કિંગમાં રહેતા હોય જેથી તસ્કરો રાત્રીના ડીઝલ ચોરીને અંજામ આપતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ટીંબડી પાટિયા નજીક ટ્રાન્સપોર્ટરોના પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહી છે એક તરફ ટ્રાન્સપોર્ટ બંધ રહેતા ટ્રાન્સપોર્ટરોને નુકશાની સહન કરવી પડી રહી છે તો પડ્યા પર પાટું સમાન ડીઝલ ચોરી થતા ટ્રાન્સપોર્ટરોને બેવડો માર સહન કરવો પડે છે
(9:14 pm IST)