Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીમાં માતા સાથે ફોનમાં ઝધડો થતા પરિણીતાનો ઝેરી દવા પી આપધાત

માતા પોતાના વતનમાંથી કોઈને કહ્યા વગર જતી રહેલ હોય જે બાબતે ઝઘડો થતા જાતે ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું

મોરબીના જેતપર ગામે દીપક ભગતની વાડીમાં પરિણીતાને ફોનમાં માતા સાથે બોલાચાલી ઝધડો થતા પરિણીતાને લાગી આવતા તેને ઝેરી દવા પી આપધાત કરી લીધો હોવાની માહિતી મળી હતી તો આ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે દીપક ભગતની વાડીમાં રહેતા અને મૂળ છોટાઉદેપુરના વતની રીંકલબેન સરતાનભાઈ ઉર્ફે વાગેશ ઈસ્લાભાઈ ઉર્ફે ઈશ્વરભાઈ નાયકા (ઉ.૧૯) ની માતા પોતાના વતનમાંથી કોઈને કહ્યા વગર જતી રહેલ હોય જે બાબતે મરણજનાર રીંકલબેને તેની માતા સાથે ફોનમાં વાત કરતા બોલાચાલી ઝધડો થતા રીંકલબેનને લાગી આવતા તેને પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(4:28 pm IST)