Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીના જસમતગઢ નજીક ફેકટરીમાં આગથી મોટું નુકશાન.

આગ ફેબ્રિકેશન વિભાગમાં પ્રસરી જતા કિલન, કોમ્પ્યુટર અને મશીનરીને વ્યાપક નુકશાન

મોરબી તાલુકાના જસમતગઢ ગામ નજીક આવેલ ફેકટરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી હતી જે આગ લાગતા ફેકટરીમાં મશીનરી સહીત લાખોની કિમતનું નુકશાન થવા પામ્યું છે
 કિશનભાઈ વસંતભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસ મથકમાં જણાવ્યું છે કે જસમતગઢ ગામ નજીક આવેલ ઓકલેન્ડ સિરામિક ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હતી આગ ફેબ્રિકેશન વિભાગમાં પ્રસરી જતા કિલન, કોમ્પ્યુટર અને મશીનરીને વ્યાપક નુકશાન થવા પામ્યું છે લાખોની કિમતનું નુકશાન ફેકટરીમાં થયું છે મોરબી તાલુકા પોલીસે આગના બનાવને પગલે થયેલ નુકશાની અંગે નોંધ કરી છે

(4:26 pm IST)