Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતી સરકાર સામે હલ્લાબોલ

સિવિલ હોસ્પિટલ ખાતે પ્રજાને આરોગ્યની સુખાકારી મળે તે માટે તાયફાઓ કરતી સરકારને જગાડવા વિરોધ કાર્યક્રમ

મોરબી : રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે ભાજપ સરકાર ઉજવણી કરી રહી છે તો સરકારની અણઆવડતને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં આજે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું

  મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાની હેઠળ આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રજાને આરોગ્યની સુખાકારી મળે તે માટે તાયફાઓ કરતી સરકારને જગાડવા વિરેઓધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
  કોરોનાની બીજી લહેરમાં લોકોને ઓક્સીજન, ઇન્જેક્શન મેળવવા રઝળપાટ કરવી પડી હતી અને બેડના અભાવે દર્દીના સગાઓ પણ પરેશાન થયા હતા જે સરકારની નિષ્ફળતા હોય છતાં સરકાર ઉજવણી કરી પૈસાનું પાણી કરતી હોય જેથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમા રમેશભાઈ રબારી, કે. ડી. બાવર્વા, મહેશ રાજ્યગુરૂ સહિતના અગ્રણી, કાર્યકરો જોડાયા હતા.પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરતા કોંગીજનો મા રોષ વ્યાપી ગયો હતો.

(4:13 pm IST)