Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીમાં ભાવિ પતિએ રસોઇ બાબતે ઠપકો આપતા પરપ્રાંતિય સગીરાનો આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સેલીક્ષ સીરામીક મજુરની ઓરડીમાં રહેતી કાલીબેન મુનાભાઇ વાખલા (ઉ.વ. ૧૭) નામની સગીરાએ ગઈકાલે પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી તેણીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વિગતો મુજબ મૃતક કાલીબાઇની સગાઇ છેલ્લા એકાદ વર્ષ પહેલા કુંજલા ઉર્ફે રાકેશ સાથે નક્કી કરેલ હોય છેલ્લા એકાદ વર્ષથી તેમના વતનમા તથા છેલ્લા ચાર-પાંચ દિવસથી સેલીક્ષ સીરામીકમા તેની સાથે ઘરકામ તથા રશોઇ કામ કરવા માટે આવેલ હોય જેથી સગીરાને કુંજલા ઉર્ફે રાકેશે રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા કહેલ કે તુ ટાઇમ પર રસોઇ કેમ બનાવી આપતી નથી. જેથી તેને મનોમન લાગી આવતા સગીરાએ પોતે પોતાની જાતે પોતાના રૂમમા છતમા લગાડેલ પતરાની એંગલમા ગમચો તથા ચુદડી બાંધી ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની નોંધ કરીને તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લાલપર નજીક એટીએમમાં તોડફોડ

મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેમ એટીએમ મશીનને નિશાન બનાવી રહ્યા છે જેમાં લાલપર ગામ નજીક બેંકના એટીએમમાં તોડફોડ કરી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ બિહારના વતની અને હાલ મોરબીના મહેન્દ્રડ્રાઈવ રોડ ખાતે રહેતા આસિસ્ટન્ટ મેનેજર રંધીરકુમાર શ્રીરામેશ્વરપ્રસાદ રજક પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર હાઈવે પર આવેલ લાલપર ગામ નજીક રીયલ પ્લાઝા દુકાન નંબર ૫૨-૫૩ માં પંજાબ નેશનલ બેંકનું એટીએમમાં અજાણ્યા ચોર ઇસમેં પ્રવેશ કરીને એટીએમમાં રૂપિયાની ચોરી કરવાના ઈરાદે એટીએમ મશીનમાં તોડફોડ કરીને નુકશાન કર્યું છે.

સિરામીક સીટીના ફલેટમાં જુગારધામ : આઠ ઝડપાયા

મોરબી એસ.પી. એસ.આર. ઓડેદરાની જુગારની બદીને અંકુશમાં લેવાની સૂચનાને પગલે એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી.ડાભી તથા સ્ટાફ પ્રયત્નશીલ હતા. એલસીબી સ્ટાફના સંજયભાઇ મૈયડ અને ભગીરથસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના લાલપર રોડ ઉપર આવેલ સિરામીક સીટી આઇ-૬ ફલેટ નંબર-૬૦૨ માં રહેતાં આયુષભાઈ નરેન્દ્રભાઇ મારવાડી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગારધામ ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબી સ્ટાફ આજે સિરામીક સીટી આઇ-૬ ફલેટ નંબર-૬૦૨ માં ચાલતા જુગરધામ ઉપર ત્રાટકયો હતો.

એલસીબી પોલીસે આ ફલેટમાં જુગાર રમતા આરોપીઓ આયુષ નરેન્દ્રભાઇ સોમાણી મારવાડી, તપન પ્રશાંતભાઇ, દર્શન બળદેવભાઇ, ધર્મીન જીતુભાઇ, યલીન રમેશભાઇ, મિત રજનીભાઇ, અભી જયસુખભાઇ, કેવલ મનહરભાઇને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડ ૮૫.૦૦૦ તથા હ્યુંડાઇ વરના અને કિયા કાર મળી કુલ રૂ.૧૦,૮૫,૦૦ નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભારતનગરમાં છ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે ભારતનગર મફતિયાપરા નાલા નજીક દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ભોજાભાઈ મેરૂભાઈ મુંધવા, રજનીકાન્તભાઈ ગજાનંદભાઈ પંડ્યા, રાજેશભાઈ ઉમાશંકરભાઈ જોશી, ભરતભાઈ પ્રેમજીભાઈ પરમાર, હિમાંશુભાઈ સુમનચંદ્ર પંડ્યા અને કમલેશભાઈ પ્રવીણચંદ્ર મહેતા એમ છ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૨,૭૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અલ્લારખા ઉર્ફે ઘોઘો કાસમ મકરાણીના ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૯ બોટલ કિંમત રૂ ૨૩,૭૮૦ અને એક મોબાઈલ મળીને કુલ ૨૪,૨૮૦ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી અલ્લારખા મકરાણીને ઝડપી લીધો છે તો અન્ય આરોપી અરવિંદ દાદુ ગઢવીનું નામ ખુલતા આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(1:25 pm IST)