Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પોરબંદરના દરીયામાં કેમીકલ્સ કચરો ઠાલવવાથી શું અસર થઇ શકે...? પુર્વ અભ્યાસ જરૂરી

જેતપુરના સાડી ઉદ્યોગના કેમીકલ્સ કચરો ઠાલવવા સોરઠના દરીયાકાંઠા નજીક પડે છતા પોરબંદર દરીયાની પસંદગી કેમ? : ઉદ્યોગોના શુધ્ધીકરણ કરેલ કેમીકલ્સયુકત ગંદા પાણીને ઉંડા દરીયામાં નિકાલ પુનઃ વિચારણા માંગે છે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨: દરીયામાં કેમીકલ્સ યુકત પાણી ઠાલવવાની રર૭પ કરોડની યોજના રદ કરવાનો વિવાદ વકરતો જાય છે. આ યોજના અનુસાર અમદાવાદ, વડોદરા અને જેતપુરના ઉદ્યોગનું  કેમીકલ્સયુકત પાણી ઠાલવવાની રૂ. રર૭પ કરોડની યોજના સામે જબરજસ્ત વિરોધનો સુર ઉઠવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્ય બાબુભાઇ બી.બોખીરીયા તટસ્થ રહી અને વાસ્તવિકતા સ્વીકારી સરકારમાં સત્ય હકિકત બતાવી   ભૌગોલીકતા દર્શાવે તેવી માંગણી ઉઠી છે.

આજથી ૩૧ એકત્રીસ વર્ષ થયા પોરબંદરના પ્રબુધ્ધ નાગરીકો તેમજ પોરબંદર નગર પાલીકાના સહયોગ સહકારથી પોરબંદર નામકરણ દિનની ઉજવણી કરવામા આવી અને જે તે સમયે વર્તમાન ધારાસભ્ય બાબુભાઇ સરકારશ્રીમાં મંત્રીપદે હતા તે સમયે સમીતીએ તેમજ પોરબંદર નગર પાલીકાઓના દરીયા કિનારે સી-મરીન પાર્ક તથા અલંગ શીપીંગ જેમ અત્રે ઓડદર ગોસા વચ્ચે શીપીંગ યાર્ડ બનાવવા રજુઆત થયેલ. મિનીસ્ટ્રીમાં યોગ્ય પ્રતિપ્રાવ મળેલો અને પાછળથી ફેરવી તોડયુ અને નિરાશા ઉભી થયેલ હતી. આજે આ પ્રશ્ન છેલ્લા ૩૧ એકત્રીસ વરસથી અભેરાઇએ ચડાવી દીધેલ છે.

ઘર આંગણે વિચારીએ મહાકાય ફેકટરી દરરોજ સેંકડો ગેલનના પ્રમાણમાં ગરમ કેમીકલ્સયુકત પાણી ગરમ ગરમ નાખવામાં આવે છે. ચોપાટી તેના દ્વારા કેમીકલ્સ ખદબદતુ કેમીકલ્સ પાણી અરબી સમુદ્રમાં ફેકવામાં આવે છે. આ પ્રદુષીત કેમીકલ્સ યુકત પાણી સમુદ્રમાં જતા પાણી સાથે મળતા આશરે આઠથી દશ કિલોમીટરની ત્રિજયા અરબી સમુદ્રના પાણીનો રંગ બદલી નાખે છે. ભુલે ચુકે આ પાણીમાં શરીરનો ચામડીનો સ્પર્શ થાય ચામડી ફાટતા ચર્મરોગનું આમંત્રણ મળી જાય છે. અવરનવાર આ વિસ્તારના એટલે પ્લાન્ટ આસપાસ દરીયાની જીવસૃષ્ટી જીવંત નાશ પામે છે. અવાર નવાર ઢગલા મોઢે મૃત માછલી પથરાય જાય છે. તેની અસર ગોસાબારા સુધી પણ જોવા મળે છે.

મોટા જળ સૃષ્ટિની જીવહાની થાય છે. ત્યારે અમદાવાદ, વડોદરા, જેતપુર ઉદ્યોગનું કેમીકલ્સયુકત પાઇપ લાઇન મારફત પોરબંદર પાસે અરબી સમુદ્રમાં ઠલવાય તો શું સ્થિતિ થાય તેનો ઉંડાણ અભ્યાસ કરવો જરૂરી છે અને વિકાસના નામે ભ્રમણા ઉભી કરવાના બદલે લોક અવાજ વાચા આપવી જોઇએ. સરકારશ્રીમાં સત્યની સાચી ઓળખ કરાવવી યોગ્ય પ્રતિનિધિત્વ પુરૂ પાડવું જોઇએ.  ભાજપના સ્થાનીક કાર્યકરો એવો ભ્રામક પ્રચાર કરી ગુમરાહ કરી રહેલ છે કે અમદાવાદ, વડોદરા, જેતપુરનું કેમીકલ્સ યુકત પ્રદુષીત પાણી ફિલ્ટર કરીને દરીયામાં વહેડાવવામાં આવશે.

આ ઉપરાંત કેમીકલ્સ કચરો ઠાલવવા માત્ર પોરબંદરનો અરબી  સમુદ્ર વિસ્તાર કેમ પસંદ કર્યો? બરોડા નજીકનો મહિસાગર છે. ખંભાતનો અખાત તેમજ ભરૂચ-ઓન્જલના સમુદ્ર કિનારા છે. તેવી રીતે અમદાવાદ માટે નજીકનો ખંભાતનો અખાત અથવા અન્ય સમુદ્ર વિસ્તાર લાગુ હોય ત્યાં વિચારવું જોઇએ. જેતપુર માટે પોરબંદર સિવાયના સોરઠના નજીકના દરીયા કિનારા દરીયો આવેલ છે. અંતર પણ ઓછુ પડે આ બાબતે  કેમ વિચારણામાં લેવામાં આવતી નથી...?ઉદ્યોગના શુધ્ધીકરણ કરાયેલ કેમીકલ્સ યુકત ગંદા પાણીનો ઉંડા દરીયામાં નિકાલ કરવા રૂ. રર૭પ, બેહજાર બસો પંચોતેર કરોડના પ્લાન સંબંધે પુનઃ વિચારણા કરવી જોઇએ તેમ રાજય સરકારના ખાણ ખનીજ વિભાગના પત્રમાંથી જાણવા મળેલ છે.

(1:22 pm IST)