Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જુનાગઢ-માણાવદરમાં જુગાર દરોડા ૮ મહિલા સહિત ૧૬ શખ્સો ઝબ્બે

રોકડ સહિતનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી) જુનાગઢ તા.ર :  જુનાગઢ-માણાવદરમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડીને ૮ મહિલા સહિત ૧૬ જુગારીને ઝડપી લીધા હતા.

જુનાગઢમાં જવાહર રોડ પાસે આવેલ હરિદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધ તરૂણભાઇ ભોજરાજ ગહેલાણી તેના ઘરે બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટાફે મોડી સાંજે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે તરૂણ ગહેલાણી તેના પુત્ર મનીષ, તેમજ ઉદય ભરતભાઇ ગોરધનભાઇ હેમનદાસ અજવાણી, રફીક ઇકબાલભાઇ મુસાણી, રીનાબેન જગદીશ અટારા અને કાજલબેન ગોગનભાઇ ઓડેદરાને રૂ.૩૮પર૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

આ ઉપરાંત જુનાગઢના દોલતપરામાં યાર્ડ રોડ પર જાહેરમાં જુગાર રમતા જીજ્ઞેશ કાળુભાઇ હડીયલ, કાંતીલાલ પોપટલાલ સંઘાણી, ખતુબેન અમીનભાઇ, બીબબેન હરજીભાઇ નારેજાને રૂ.૧૦૩ર૦ સાથે જુગાર રમતા પકડી લઇ પોલીસે તમામની સામે કાર્યવાહી કરી હતી.

તેમજ માણાવદર પોલીસેસ્થાનિક બહારપરાની બાલાસરા શેરીમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા દેવરાજ કાનાભાઇ મકવાણા, નિર્મળા વાલાભાઇ બાલાસરા, રેખા અશોકભાઇ ચુડાસમા, વિભાબેન કપિલભાઇ અભાણી, અમીના અસલમભાઇ કુરેશીને રૂ.૭૭પ૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:20 pm IST)