Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સાવરકુંડલા : સીસી ટીવી કેમેરા-ઓકિસજન મશીન-રોડ માટે ૧૭ લાખની ગ્રાન્ટની ફાળવણી કરતા વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્ય ઠુંમરે વર્ષ ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી દામનગર શહેર ને સી સી ટીવી કેમેરા આસોદર ખંભાળા આરોગ્ય કેન્દ્ર માં ઓકિસજન મશીન સી સી રોડ ના વિકાસ કામો માટે ૧૭ લાખ ફાળવવા જિલ્લા આયોજન માં પત્ર પાઠવ્યો

દામનગર ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય માં વિવિધ વિકાસ કામો માટે વર્ષ ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી ૧૭ લાખ ના કામો માટે જિલ્લા આયોજન માં પત્ર પાઠવ્યો ખંભાળા પી એ સી કેન્દ્ર માં છ લાખ ના અને લાઠી તાલુકા ના આસોદર પી એ સી છ લાખ ઓકિસજન કન્ટેનેટર મશીન શિરવાણીયા ગામે આર સી સી રોડ તેમજ દામનગર શહેરી માટે ત્રણ લાખ ના ખર્ચે સી સી ટીવી કેમેરા માટે એમ કુલ મળી સતત લાખ ના કામો વર્ષ ૨૦૨૧/૨૨ ની ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ની ગ્રાન્ટ માંથી ફાળવવા જિલ્લા આયોજન મંડળ ને પત્ર પાઠવ્યો હતો જાહેર હિત માટે ગ્રાન્ટ ફાળવણી  આનંદ વ્યકત કરાયો છે

(1:12 pm IST)