Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઉનાના ખાપટની બોયઝ અને ગર્લ્સ હાઇસ્કુલનું વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ

(નીરવ ગઢીયા દ્વારા) ઉના, તા., ૨: તાલુકાના ખાપટમાં સર્વશિક્ષા અભિયાન હેઠળ બનાવેલ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જ્ઞાન શકિત દિનની ઉજવણીના ભાગરૂપે ઉના તાલુકાના ખાપટ ગામે સમગ્ર શિક્ષા અંતર્ગત બનાવેલ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તેઇ-લોકાર્પણ કર્યુ હતું. આ હોસ્ટેલનો ૨૦૦ વિદ્યાર્થી ભાઇ-બહેનો લાભ લઇ શકશે. આ તકે ઉના તાલુકા પંચાયત પ્રમુખ પાંચીબેન સામતભાઇ ચારણીયા ડે. કલેકટર, ઉના નગર પાલીકા પ્રમુખ જલ્પાબેન બાંભણીયા, પી.એસ.ડોડીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમીતીના ચેરમેન રૂડાભાઇ શીંગડ, પ્રકાશભાઇ ટાંક, રાજુભાઇ ડાભી, ગ્રામ પંચાયતના સરપંચ સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. 

(12:04 pm IST)