Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વાંકાનેર સ્વામિનારાયણ મંદિરે ચમચીના હિંડોળા દર્શન

વાંકાનેર :  રાજકોટ રોડ ઉપર આવેલ  BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ચતુર્માસ નિમિતે ૅ રંગબેરંગી ચમચી ના શ્રી સ્વામિનારાયણ ભગવાનના હિંડોળા દર્શન ૅ યોજાયા હતા જૅ હિંડોળા દર્શનનો વિશાળ સંખ્યામાં હરી ભકતજનોએ દર્શનનો લાભ લીધો હતો , વાંકાનેર ખાતે રાજકોટ રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર જૅ મંદિર માં એકદમ પ્રકૃતિ રમરણીય વાતાવરણ છે તેમજ ટેકરી ઉપર આ મંદિરના રાત્રીના મંદિર પરિસરમાં લાઈટોથી શુભોશીત મંદિર આકર્ષક બને છે તેમજ મંદિરના ગ્રાઉન્ડમાં હરિયાળી જમીનમાં ગાર્ડન , બાળકો માટે હીંચકા , લપસીયા વગેરે છે વાંકાનેર શહેરમાં એક રમણિય વાતાવરણમાં BAPA મંદિર થી લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે તેમજ રમરણીય વાતાવરણમાં મંદિરમાં બેસવા માટે પણ વ્યવસ્થા સુંદર છે ભાવિકો આનંદનો અહેસાસ પામે છે.

(11:58 am IST)