Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કચ્‍છના આશાસ્‍પદ યુવા પત્રકાર સુધીર ખત્રીનું માંડવીના દરિયામાં ડૂબી જવાથી મોત

તેજસ્‍વી અને મિલનસાર પત્રકારના દુઃખદ નિધનથી કચ્‍છના પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨:  કચ્‍છમાં પત્રકારત્‍વ ક્ષેત્રે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કાર્યરત એવા તેજસ્‍વી, મિલનસાર યુવાન સુધીર ખત્રીનું માંડવીના દરિયામાં ડૂબી જવાથી દુઃખદ નિધન થયું છે.

૩૭ વર્ષીય સુધીર પરસોત્તમ ખત્રી ઇલેક્‍ટ્રોનિક અને પ્રિન્‍ટ એમ બન્ને મીડિયામાં હથરોટી ધરાવનાર મિલનસાર પત્રકાર હતા. ભુજના વાલદાસ નગરમાં રહેનાર સુધીર ખત્રી અત્‍યારે કચ્‍છના જાણીતા સાંધ્‍ય દૈનિક કચ્‍છઉદય ના ભુજ બ્‍યુરોમાં ફરજ બજાવતા હતા. તેમના નિધન પ્રત્‍યે કચ્‍છની પત્રકાર આલમે ઘેરા શોકની લાગણી વ્‍યકત કરી છે. તેઓ પત્‍ની અને બે સંતાનોને વિલાપ કરતાં છોડી ગયા છે.

 

 

(11:44 am IST)