Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ભાવનગર ઝોનના ચીફ વીજ ઇજનેર અજાકિયા સામે નિવૃત્તિના દિવસે કાર્યવાહી : ભ્રષ્ટાચાર સામે કડક પગલા

જો કે યુનિયન આગેવાનો કહે છે... એક માત્ર અરજી પરથી આવી રીતે મોટી રકમ રોકી નો લેવાય : ૩૦ લાખની રકમ અટકાવી દેવાતા સોંપો : એમડી ધીમંતકુમારનું પગલુ

રાજકોટ તા. ૨ : પીજીવીસીએલના ભાવનગર ઝોનના ચીફ ઇજનેર પી.એમ.અજાકિયા સામે નિવૃતીના આગલા દિવસે થયેલ અરજી અને ૩૧મીએ નિવૃત્ત થનાર હતા ત્યાં જ આ અરજી પરથી પીજીવીસીએલના એમ.ડી. શ્રી ધીમંતકુમાર વ્યાસે કડક પગલુ લઇ અજાકિયા સામે આકરી કાર્યવાહી કરી તેમને નિવૃત્તિ સમયે મળનાર ૩૦ લાખના ઇજાફા અટકાવી દેતા સન્નાટો પ્રસરી ગયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નિવૃત્ત થનાર અને જેમીન સામે કાર્યવાહી થઇ તે અજાકીયા જૂનાગઢ હતા ત્યારે ત્યાંના ગાંધીગ્રામ સબ ડિવીઝનમાં થ્રી ફેઇઝ કનેકશનમાં પાવર ચોરીના કેસમાં વીજ મીટરને ખાસ કિસ્સા તરીકે લઇ ગ્રાહક તરીકે સહી કરી વીજ કંપનીને મોટું નુકસાન કર્યું હતું, તેવા મતલબની અરજી બાદ એમડીએ તપાસ હાથ ધરી ૩૧મીએ જ તેમના ઇજાફા અટકાવી દેતો હુકમ કર્યો છે.

દરમિયાન આ પ્રકરણમાં જીબીઆ અગ્રણી હોદ્દેદારોનું કહેવું છે કે, એકમાત્ર અરજી પરથી આવું પગલુ ન લઇ શકાય, આ ખોટી રીતે લાખોની રકમ અટકાવી દેવાઇ છે, હાલ અજાકીયા બહાર છે, તેઓ ઇચ્છશે તો યુનિયન લેવલે રજૂઆતો કરાશે.

(10:03 am IST)