Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

દામનગરમાં આમ આદમી પાર્ટીની અમરેલી જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક સંગઠનની રચના

(વિમલ ઠાકર દ્વારા) દામનગર, તા.૨: દામનગર શહેરમાં અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતભાઈ પટોળિયાની અધ્યક્ષતામાં કારોબારી ની બેઠક રાજ હોટલ ખાતે મળી.

દામનગર શહેર આમ આદમી પાર્ટીના સંગઠનમાં નવનિયુકત યુવા હોદેદારો સલીમભાઈ ચુડાસમાં શહેર પ્રભારી સૂર્યકાંતભાઈ ત્રિવેદીને શહેર પ્રમુખ તરીકે નિમણૂક અપાય હતી.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બંધારણના ઉદેશો પારદર્શી વહીવટ સામાજિક સંવાદિતા સાથે લોક ઉપીયોગી કાર્ય માટે ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા અમરેલી જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટોળિયા અને સંગઠન સંયોજક જયેશભાઈની ઉપસ્થિતિમાં દામનગર શહેર આમ આદમી પાર્ટીની કારોબારી મળી જેમાં સ્થાનિક યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દામનગર શહેરમાં સંગઠનની રચના કરી બે નિમણૂંક અપાય હતી.

(10:00 am IST)