Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

તિલકવાડા તાલુકામાં થયેલી ટ્રેક્ટર બેટરીની ચોરી કરનાર શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડતી LCB, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં તિલકવાડા તાલુકામાં થયેલી ટ્રેક્ટરની બેટરીઓની ચોરીમાં ચોરોને મુદામાલ સાથે એલસીબી પોલીસે પકડી લીધા છે
  પ્રાપ્ત માહિતી મુજબ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા  ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તિલકવાડા પો.સ્ટે . વિસ્તારના ગામડાઓમાં ટ્રેક્ટરની બેટરીઓ ચોરીના બનાવો બનતા હોય જેમાં એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો તિલકવાડા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હોય દરમ્યાન તા.31 જુલાઈના રોજ આ ટ્રેક્ટરની બેટરી ચોરીમાં સંડોવાયેલ હોવાની હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફ પુછપુરા ગામે જઇ તપાસ કરતા આ આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએ આ ટ્રેક્ટરની બેટરીઓ ચોરી કરેલાની અને આ ટ્રેક્ટરની બેટરીઓ નસવાડી ખાતે રહેતા મહેશભાઇ વાલજીભાઇ સલાટનાને વેચાણથી આપેલ હોવાની કબુલાત કરેલ . જેથી નસવાડી ખાતે રહેતા મહેશભાઇ સલાટ પાસેથી ટ્રેક્ટરની બેટરીઓનો મુદ્દામાલ રીકવર કરી તિલકવડા પો.સ્ટે.ચોરીના બે અનડીટેક્ટ ચોરીના ગુના ડીટેક્ટ કરી તમામ આરોપીઓને તિલકવાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે.

(9:31 am IST)