Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

થરી ગામમાંથી 2.42 લાખના લીલા ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડતી SOG,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા જીલ્લામાં નાર્કોટીકસને લગતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર રેઈડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના મળતા કે.ડી. જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ. જી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા બાતમી આધારે ચીમનભાઈ છીતાભાઇ તડવી (રહે.થરી, તા.નાંદોદ ,જી . નર્મદા) ના રહેણાંક ઘરની પાછળ આવેલા વાડામાં રેઈડ કરી લીલો ગાંજો ૨૪ કિલો ૨૦૦ ગ્રામ જેની કિ.રૂ. ૨,૪૨,૦૦૦  સાથે ચીમન તડવીને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી રાજપીપલા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે.

(9:30 am IST)