Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીના મહેન્દ્રનગર ગામે મહિલાઓના આર્થિક વિકાસ માટે સીવણ ક્લાસ શરુ કરાયા

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહેન્દ્રનગર ખાતે મહિલાઓના આર્થિક વિકાસ માટે સીવણ કલાસ શરૂ કરાયા છે
મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા મહિલાઓ અને બાળકો અને મહિલાઓના આર્થિક અને સામાજીક ક્ષેત્રે વિકાસ અર્થે કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત મહેન્દ્રનગર ગામ ખાતે વિના મુલ્યે સીવણ ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા અને મહિલાઓ ના આર્થિક અને સામાજીક ક્ષેત્રે પુરુષ સમોવડી સ્ત્રી સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય એ માટે તમામ મહિલાઓ અને બહેનોને તેના પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે જેથી તે પોતાના પરિવાર માટે રોજગારી મેળવી શકે અને પર આશ્રિત ન રહે
આ શિવણ કલાસ શરૂ કરવામાં મોરબી જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ શિવણ ક્લાસ ગંગાસ્વરૂપ વિધવા સહાય સમિતિના પ્રમુખ શારદાબેન દેવકારણભાઇ આદ્રોજાના નેજા હેઠળ મહેન્દ્રનગર , ઈન્દીરાનગર તેમજ જુદા જુદા છ વિસ્તારો આમાં શરૂઆત કરવા માં આવ્યા છે
આ સમયે મહેન્દ્રનગર ગામ ના સરપંચ રાજાભાઈ તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન જ્યંતિભાઈ, તાલુકા પંચાયત સદસ્ય રસીલાબેન સીપર , તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેશુભાઈ કલોલા સહિત મહેન્દ્રનગર ગામના ગંગારામભાઈ ધોરીયાણી, મનસુખભાઇ આદ્રોજા , રાજેશ શેરસીયા, તાલુકા ભાજપ મંત્રી રીટાબેન તેમજ ગામ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા

(9:25 am IST)