Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

મેતા ખંભાળીયા ગામે નદીના પટમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ રૂ 1,14,610 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગોંડલ:ગોંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામે આવેલ નદીના પટમાં બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ જેન્તી ઝીણાભાઈ હિરપરા, અનિલ કેશુભાઈ પરવાડીયા, રમેશ ડાયાભાઇ મારુ, રસિક જીવરાજભાઈ છાત્રોલા, રાજેશ રમેશભાઈ રાઠોડ, શૈલેષ છગનભાઈ પરવાડીયા તેમજ ચંદુ વિઠ્ઠલભાઈ વિકાણીને રોકડા રૂપિયા 23610, મોબાઈલ નાગ 7, વાહન - 4 મળી કુલ રૂ 1,14,610 ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી તાલુકા પોલીસના જમાદાર વિપુલભાઈ ગુજરાતી હાથ ધરી હતી

(8:59 pm IST)