Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દે ધનાધન એક ઈંચ વરસાદ

મગફળી કપાસ અને અન્ય તેલીબીયા પાક કોને મોટો ફાયદો

ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દે ધનાધન એક ઈંચ વરસાદ પડ્યો ધોરાજી ભારે બફારા બાદ આજે બપોર પછી 4:00 વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ પડ્યો હતો અને ખેડૂતોએ વરસાદને આવકાર્યો હતો જાણે કાચું સોનું એમ ખેડૂતો લહેર માં આવી ગયા હતા આ વરસાદ જૂનાગઢ રોડ પાટણવાવ તેમાં ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક એક ઈચ જેટલો વરસાદ પડયો હતો આ વરસાદથી મગફળી કપાસ અને અન્ય તેલીબીયા પાક કોને મોટો ફાયદો થશે હાલ ખેડૂતોએ કપાસનું વાવેતર ઓછું કરેલ છે અને મગફળી અને સોયાબીનનું વાવેતર વધારે થયેલ છે

(8:56 pm IST)