Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોના સામે ઇન્યુનીટી પાવર વધારવા અમરેલીના હરિઓમ ડેરી ફાર્મેએ બનાવ્યા ખાસ મોરીંગો સંજીવની લાડુ

૧પ જેટલી ઔષધીઓના ઉપયોગથી બનાવ્યા છે : આ લાડુ રક્ષા બંધન મિત્તિે રહેશે ડીમાન્ડ

અમરેલી :સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકો કોરોનાથી બચવા ઈમ્યુનિટી પાવર વધારવા વિવિધ ક્ષેત્રે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે અમરેલીના હરિઓમ ડેરી ફાર્મના માલિકે ઈમ્યુનિટી પાવર વધારવાના ખાસ મોરિંગો સંજીવની લાડુ બનાવ્યા છે, જે લાડુમાં કેવી અને કેટલી તાકાત છે તે સાંભળીને આપ પણ અભિભૂત થઈ જશો.

અમરેલીમાં મીઠાઈ ક્ષેત્રે શુદ્ધ અને સાત્વિક મીઠાઈઓમાં જેનું નામ છે એવા હરિઓમ ડેરી ફાર્મના માલિક હરેશભાઈએ હાલ કોરોનાની મહામારીમાં ઈમ્યુનિટી પાવર વધારવા શું કરવું જોઈએ અને આપણાથી કેવું યોગદાન હું જોઈએ તે બાબતને ધ્યાનમાં રાખીને તેમજ આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તેમણે મોરિંગો સંજીવની લાડુ બનાવ્યા છે. આ લાડુમાં સંપૂર્ણપણે શુદ્ધ અને ઉચ્ચ કક્ષાના 15 જેટલી ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વાત કરીએ તો આ લાડુની ૩૦ દિવસ સુધીની વેલિડીટી તેમજ ગુજરાત લેબમાં તેમનો આ નમૂનો પણ પાસ થઈ ગયો છે. આ લાડુ બનાવવામાં જે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં મુખ્ય સરગવાના પાન, તુલસી, અશ્વગંધા, તજ, કાળા મરી, લવિંગ. લીંડી, પીપર, સુંઠ, એલચી, દેશી ગુંદર, દેશી ઘી, ઓર્ગેનિક ગોળ જેવી ૧૫ ઉપરાંત ઔષધીઓને પાવડરના રૂપમાં તૈયાર કરી તેને મિક્સ કરી અને આ લાડુ બનાવવામાં આવે છે. લાડુ બનાવતી વખતે પણ કોરોના મહામારી નિયમોને ધ્યાનમાં રાખીને તેઓએ આ લાડુ બનાવ્યા છે. ખાસ કરીને તેમના આ લાડુએ શંકર વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. કારણકે સ્વાદ સાથે સુરક્ષા પણ તેમની આ નવી મીઠાઈમાં લોકોને જોવા મળે છે.

આ લાડુ વિશે તેઓ કહે છે કે, આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સંબંધમાં આ તહેવારમાં દરેક બહેન પોતાના ભાઈની સુરક્ષા માટે રાખડી બાંધી અને કંઈક મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરે છે. તેથી અમારી ડેરી પર અનેક બહેનો પોતાના ભાઈની ઈમ્યુનિટી વધારવા સંજીવની લાડુ લેવા આવી રહી છે.

ત્યારે મોરેંગો સંજીવની લાડુની વાત કરતા ડોક્ટર રાજેશભાઈ કથીરિયા જણાવી રહ્યા છે કે, આ લાડુમાં પંદરેક જેટલા આયુર્વેદ ઔષધીઓનો સમાવેશ કર્યો છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આર્યુવેદિક ઉકાળા માટે જે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેના કરતા પણ સારી ઔષધિઓ આ સંજીવની લાડુમાં જોવા મળી રહી છે.છે.

કોરોના મહામારીમાં ઈમ્યુનિટી પાવર વધારવાનો હરિઓમ ડેરી ફાર્મના માલિક હરેશભાઈના આ પ્રયાસને લોકોએ આવકાર્યો છે અને વખાણ્યો છે ત્યારે અમરેલી અને આસપાસના મોટાભાગના શહેરોમાં અનેક બહેનોએ આ મોરિંગો સંજીવની લાડુ ખરીદીને પોતાના ભાઈને એક નવી ભેટ આપવાનું આ પ્રયાસ અનુકરણીય છે.

(1:35 pm IST)