Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

શાપર પાસે જગદીશ મકવાણાને મારમારી જાતિ પ્રત્યે અપમાનીત કર્યો..

નમો ઇન્ડીયાના સંસ્થાપકની ઓળખ આપનાર સંજય ગોસ્વામી સામે એટ્રોસીટી સહિતની કલબ તળે ફરીયાદ

શાપર-વેરાવળ, તા.૧: શાપર-વેરાવળ પાસે રીબડાના દલીત યુવાનને બાવાજી શખ્સે તેની ફ્રેન્ડ સાથેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મારમારી જાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહેતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રીબડામાં રહેતો જગદીશ લખમણભાઇ મકવાણા તેની ફ્રેન્ડ યુવતીને હાથમાં લાગી જતા તેને બાઇક ઉપર ઘરે મુકયા જતો હતો. ત્યારે શાપર પાસે સંજય ગોસ્વામી રે.શાપરએ પોતે નમો ઇન્ડીયા સંસ્થાનો સંસ્થાપક છે. તેવી ઓળખ આપી તમારા બંને વિડીયો ઉતારી લીધા છે અને વાયરલ કરી દઇશ તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત થાય તેવા શબ્દો કહી ગાળો આપી ઢીકાપાટુંનો માર માર્યો હતો.

આ અંગે જગદીશ મકવાણાએ સંજય ગોસ્વામી સામે ફરીયાદ કરતા શાપર-વેરાવળ પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છેે.(

(12:58 pm IST)