Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોનાની મહામારીથી મુકત કરવાની દુઆ સાથે ગાંધીધામમાં ઈદ નમાજ અદા કરાઈ

પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોઈ હિન્દુ ભાઈઓની ધાર્મિક લાગણીનો આદર કરવા કચ્છના અગ્રણી હાજી જુમા રાયમાની અપીલ

ભુજ,તા.૧: ગાંધીધામ ખાતે નવી સુદરપુરી મસ્જીદે તયબાહ ખાતે સરકારી ગાઈડ લાઇન અને કલેકટર શ્રી ના જાહેરનામા ની અમલવારી સાથે સામાજીક અંતર રાખી ઈદ નમાજ અદા કરવામા આવેલ. મસ્જીદ કમીટી દ્વારા સેનીટાઈઝર, માસ્ક, સહીત ની વ્યવસ્થા કરવામા આવેલ મોલાના શૌકતઅલીએ ઈદ નમાજ તથા ખુત્બો પઢાવ્યો હતો સાથેઙ્ગ દેશ મા અમન શાંતિ ભાઇચારો રહે તથા કોરોનાની મહામારી બીમારી માથી આપણો ભારત દેશ મુકત થાય તેવી દુઆ ગુજરી હતી. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવેલ કે કુરબાની કરવી એ હઝરત ઈબ્રાહીમ ( અ. સ.) ની સુન્નત છે પણ બુરાઈ અને નફરતની કુરબાની આપવી સાથે પ્યાર મોહબ્બત ભાઈચારો એકતા કરવી એ ઈસ્લામ ના મહાન પયગંમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ની સુન્નત છે. આપણે આપણા તહેવારો ઊજવીએ સાથે આપણા હમવતની હિંદુ ભાઈઓ નો શ્રાવણ માસ ચાલુ છે ત્યારે તેમની લાગણી નુ ધ્યાન રાખીયે આપણે સહુ એકબીજા ની લાગણીનો નુ ધ્યાન રાખી કોરોના ની મહામારી મા તહેવારો સાદગી થી સરકારી ગાઈડ લાઇન મુજબ ઉજવીએ.

(11:49 am IST)