Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ધોરાજીમાં બકરી ઇદની મુસ્લિમ સમાજ દ્વારા સાદાઇથી ઉજવણી : ઘરમાં જ નમાજ અદા

ધોરાજી,તા.૧: ધોરાજી ખાતે મુસ્લિમો એ ઈદ ઉલ અદહાની નમાજ ઘરમાં અદા કરી.

આજે મુસ્લિમોનું પવિત્ર તહેવાર ઈદ ઉલ અદહા છે હાલ વેશ્વિક્ મહામારી કોરોના ના ને ધિયાને રાખી અને ધોરાજી ના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિહ જાડેજા એ મુસ્લિમ ઓલેમા. અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં સૌરાષ્ટ્ર મુસ્લિમ સમાજના મૌલાનાઓઙ્ગ ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખઙ્ગ હાજી અફરોજ લકડકૂટાઙ્ગ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદની નમાજ દરેક મુસ્લિમો દ્યર માં અદા કરશે. મસ્જિદ માં માત્ર પાચ વ્યકિતઓ જાઈ અને નમાજ પઢી લેશેએ નિર્ણય કરવામાં આવ્યો હતો.

જે નિર્ણયનો મુસ્લિમ સમાજએ ચુસ્ત પણે પાલન કરેલ હતો અને મુસ્લિમો એ ઈદની નમાજ પોતાના ઘરમાં અદા કરેલ હતી અને કાયદો અને વ્યવસ્થા માં સહકાર આપેલ હતો.

ઈદ ઉલ અદહા નિયમિત ધોરાજી જામ એ મસ્જિદના ઇમામ ખલીફા એ શેખૂલ ઇસ્લામ હાફિજ અવેસ સાહેબ યારે અલ્વીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને સંદેશ આપ્યો હતો અને જણાવેલ હતું કે ઇસ્લામ ધર્મ માનવતાનો ધર્મ છે સાથો સાથ ઇસ્લામ માનવતા ની સાથે સાથે પવિત્રતા સ્વચ્છતાનો સંદેશ આપ્તો ધર્મ છે.ઙ્ગઆજે પવિત્ર તહેવારઙ્ગ ઈદ ઉલ અદહા છે દરેક મુસ્લિમો ને ખાસ વિનંતી કરવામાં આવે છે કે ઇસ્લામ ધર્મ પવિત્રતા માનવતા અને સ્વચ્છતા નું પણ સંદેશ આપે છે અને હાલ આપણે વેશ્ચિક મહામારી સામે લડવાનું છે કોરોના ને હરાવવા માટે પ્રયાસ કરવાનો છે અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું છેઙ્ગ અને ખાસ કરી અને માસ્ક ફરજિયાત પહેરવાનું છે. અને આ કોરોનાના સંક્રમણને અટકાવવા સહ્યારો પ્રયાસ હાથ ધરવાનો છે

ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી અને જેતપુરનાએ એસઙ્ગ પી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પી આઈ હુકુમતસિહ જાડેજા પી એસ આઈ શૈલેષ વસાવા પી એસ આઈઙ્ગ નયનાબેન કદાવાલા સહિત ધોરાજી પોલીસ સ્ટાફ એ સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

આજરોજ બકરી ઇદના સમયે શહેરમાં કાયદો અને વ્યવસ્થા કરશે નહીં અને કોમી એકતાનો ભાઈ ચાલુ રહે તે બાબતે હિન્દુ-મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ હતી અને તેના અનુસંધાનમાં તમામ આગેવાનોએ પણ સાત સહકાર આપ્યો હતો.

(11:22 am IST)