Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

છાછર ગામે ભ્રષ્ટાચારની ફરીયાદમાં કોઇ કાર્યવાહી ન થતાં આત્મવિલોપન ની ચિમકી

કોડીનાર તા.૨: કોડીનાર તાલુકાના છાછર ગામે સરકારની A.T.V.T. યોજના અને નાણાપંચ યોજના હેઠળના તમામ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોય જે અંગે અલગ-અલગ અરજીઓ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં અરજદાર દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારાઇ છે.

છાછર ગામના સામાજિક કાર્યકર ઇકબાલ મહમદભાઇ ભાદરાણી એ વિકાસ કમિશનર ગાંધીનગરને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ છાછર ગામે A.T.V.T. અને નાણાપંચ યોજનાના તમામ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયુ હોવાનું ફરીયાદ કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીનો આ અંગે તપાસકરી જવાબદારો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હોવા છતાં આ અંગે પત્ર વ્યવહાર સિવાય કોઇ કાર્યવાહી થયેલ નથી.

અધિકારીએ કોઇ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરી જો આ ભ્રષ્ટાચારની અરજીઓ અન્વયે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. ૧૭/૮/૧૮ નાં રોજ છાછર ગામે સવારે ૧૦:૩૦ કલાકે આત્મવિલોપન કરવાની ચિમકી ભાદરાણી એ ઉચ્ચારી છે.(૧.૫)

(12:13 pm IST)