Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મોરબી: બેલા ગામની સિમમાં તળાવના પાણીમા ડૂબી જતા 2 આશાસ્પદ યુવકોના મોત

મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો: બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી

મોરબીમાં બેલા ગામની સિમમાં તળાવના પાણીમા ડૂબી જતા 2 આશાસ્પદ યુવકોના મોત થયાની ઘટના સામે આવી છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો અનુસાર સ્પેરા સીરામીક બેલા (રંગપર)  ગામની સીમમાં રહેતા ૨૧ સોનુભાઇ સુરેશભાઇ જાટવ અને ૨૦ વર્ષીય મોનુભાઇનું અગમ્ય કારણોસર તળાવના પાણીમા ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સી.આર.પી.સી. કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:30 pm IST)