Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

આણંદપુરના ઓજત વિયર ડેમ ભયજનક સપાટીએ નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા અલર્ટ

વંથલી તાલુકાના રાયપુર, સુખપુર અને મેંદરડાના નાગલપુર સહીતના ગામના લોકોને અલર્ટ કરવામાં આવ્યા

 જૂનાગઢમાં ખાબકેલા વરસાદને પગલે આણંદપુર ગામના ઓજત વિયર ડેમમાં પાણીની આવક થતાં ડેમ 100 ટકા સપાટીએ ભરાયો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદથી ઓજત વિયર ડેમમાં પાણીની આવક થઇ હતી અને ડેમ ભયજનક સપાટીએ આવ્યો હતો. આથી તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ડેમના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. વંથલી તાલુકાના રાયપુર, સુખપુર અને મેંદરડાના નાગલપુર સહીતના ગામના લોકોને અલર્ટ કરવામાં આવ્યા હતા. 

   
(9:10 pm IST)