Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જામનગર બાવા ચકલા પાસે કારમાં તોડફોડ

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર : જામનગરના બાવા ચકલા પાસે આવેલ શાંતિ ભુવન દેરાસર નજીક જામનગર મહાનગરપાલિકાની વોર્ડની ઓફિસ પાસે રાખેલી કેટલીક કારમાં લુખ્‍ખાઓએ તોડફોડ કરી આતંક મચાવતા તાત્‍કાલિક સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્‍તરે દોડી ગયો હતો અને અહીં પાર્ક કરેલી બે જેટલી કારમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. વાહનોમાં તોડફોડને પગલે સ્‍થાનિકોમાં વારંવાર રોશની લાગણી જોવા મળી રહી છે અને હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ એમ જે જલુ પીએસઆઇ મોઢવાડિયા અને ડિસ્‍ટર્બ દોડી જઇ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી ગાડીઓના કાચ તોડનારાઓની તપાસ હાથ ધરી છે.(તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર).

 

(2:06 pm IST)