Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કુતિયાણા પાસે બાઇક આડે આખલો ઉતરતા ર યુવાનોના મૃત્‍યુ

કુતિયાણાના મેર સમાજના આનંદ ખૂંટી અને રાજુ દાસા બંન્ને બાઇક ઉપર પોરબંદર જતા રસ્‍તામાં અકસ્‍માત

(નલીન છુછીયા, પરેશ પારેખ દ્વારા) કુતિયાણા, પોરબંદર, તા., રઃ કુતિયાણાના ર આશાસ્‍પદ યુવાનો આનંદ દેવાભાઇ ખૂંટી મેર અને રાજુ કેશુભાઇ દાસા મેર બાઇક લઇને પોરબંદર જતા હતા ત્‍યારે કુતિયાણા પાસે રસ્‍તામાં બાઇક આડે આખલો ઉતરતા  થયેલા અકસ્‍માતમાં આનંદ ખુટી  અને રાજુ દાસા બન્નેના મૃત્‍યુ થયેલ છે.
કુતિયાણાના મેર સમાજના આનંદ દેવાભાઇ ખુ઼઼ટી  (ઉ.વ.રર) તથા રાજુ કેશુભાઇ દાસા (ઉ.વ.ર૧) બન્ને બાઇક લઇને કુતિયાણાથી પોરબંદર જતા હતા ત્‍યારે ગઇકાલે મોડી સાંજે કુતિયાણા નજીક હાઇવે ઉપર ઓચિંતો એક આખલો આડો ઉતરી આવીને બાઇક સાથે અથડાઇ જતા બન્ને યુવાનો ફંગોળાય ગયેલ અને બંન્ને યુવાનોને ગંભીર હાલતમાં પોરબંદરની સરકારી હોસ્‍પીટલે ખસેડતા ડોકટરે આ બન્ને યુવાનો આનંદ દેવાભાઇ ખુંટી અને રાજુ કેશુભાઇ દાસા મરણ ગયાનું જણાવેલ હતું. બંને મેર યુવાનોના મૃત્‍યુથી મેર સમાજમાં શોક વ્‍યાપી ગયેલ હતો.

 

(2:00 pm IST)