Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ધાર્મિક નગરી જૂનાગઢમાં કોમી એકતાનું ઉદાહરણ

 જૂનાગઢ : સીંધી સમાજના મહંત ગોસાઇ શ્રીડાડા હીરાપુરીજી સીંધ સુતીયારેવાળાના વરસી ઉત્‍સવ કાર્યક્રમમાં જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને મુસ્‍લીમ સમાજના આગેવાન વલીમહંમદ(વી.ટી) સીડાએ હાજરી આપીને કોમી એકતાનું ઉદાહરણ પુરૂં પાડયું હતું. આ તકે સીંધી સમાજના અગ્રણી કાંતિભાઇ હરવાણી સહિતના આગેવાનોએ વલીમહંમદ, નટુભાઇ પોંકિયા અને જીલ્લા  કોંગ્રેસના સહકાર્યાલય મંત્રી પ્રતાપભાઇ ભરાડનું સન્‍માન કર્યુ હતું.આ તકે વલીમહંમદ (વી.ટી) સીડાએ સૌ સાથે પ્રસાદ લીધો હતો. સમાજમાં કોમી વેમનસ્‍યતા ફેલાઇ રહી છે ત્‍યારે ધાર્મિક નગરી જૂનાગઢમાં એકબીજા સમાજના લોકો સૌ સાથે મળીને આવા ધાર્મિક તહેવારોની કોમીએખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરે છે. તેના મીશાલરૂપે વલીમહંમદ (વી.ટી) સીડાએ સીંધી સમાજના ધર્મગુરૂની વરસી ઉત્‍સવમાં કાર્યક્રમમાં હાજરી આપી કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સહકાર્યાલય મંત્રી પિયુષભાઇ વૈષ્‍નાણી, ફારૂકભાઇ સુમરા અને જૂનાગઢ જીલ્લા ઉપપ્રમુખ સુભાષભાઇ ડાંગરે તેમની યાદીમાં જણાવેલ છે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

 

(1:58 pm IST)