Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

શિક્ષણ વિભાગનો ઝડપી વહીવટ !!!

બે દિવસ પહેલા વર્ગ-રમાં પ્રમોશન એકદિ'માં બદલી !!

 

ખંભાળીયા તા. ર : તાજેતરમાં ગુજરાત રાજયના શિક્ષણ વિભાગનો ઝડપી નિર્ણય ભારે ચર્ચાપાત્ર બન્યો છે.

તાજેતમાં ૧૧૦ જીલ્લા મદદનીશ શિક્ષકોને વર્ગ-રની બઢતી આપવામાં આવેલી જેમાં જામનગરના મ.શિક્ષક ત્રિવેદી રેણુકાબેન નટવરલાલને મોરબી જિલ્લાના હળવદ તા.ના ધવાણ સરકારી શાળામાં મુકાયેલા તથા જામનગરના મ.શિ. વાદી રસીલાબેન નારણભાઇને જી.વી.જે. હાઇસ્કુલ મોવીયાના આચાર્ય તરીકે મુકાયેલા હતા.

પછી ઓર્ડરના બેજ દિવસમાં આ બન્ને કર્મચારીઓને ફરીથી બદલી કરીને નાયબ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી તથા નિરંતર શિક્ષણાધિકારી તરીકેના હુકમો થતા આશ્ચર્ય હેલાયું છે. જો કે આવા પાંચ - સાત કર્મચારીની બદલી બે દિ'માં ફરીથી થઇ હોવાનું બહાર આવેલુ છ.ે

(1:56 pm IST)