Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જામનગરના ખરેડી અને ભ.ભેરાજામાં ૨ ઇંચ

ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી માંડીને એક ઇંચ વરસ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી અને ભ.ભેરાજામાં ૨ ઇંચ વરસાદ પડયો છે.

જ્યારે નિકાવા, મોટા વડાળા અને લાલપુરના પડાળામાં એક ઇંચ વરસાદ પડયો છે.  આ ઉપરાંત જામનગરના લાખાબાવળ, દરેડ, ધ્રોલના જાલીયાદેવાણી, જામજોધપુરના વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પરડવા, લાલપુરના પીપરટોડા, ભણગોર, મોડપર, ડબાસંગમા ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે

(1:55 pm IST)