Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મોટા આંકડીયામાં તમંચા સાથે ઝડપાયો

  અમરેલી : મોટા આંકડીયા ગામના પાટીયા પાસે કુંકાવાવ તરફ જવાના રોડ ઉપર એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર (અગ્નિશષા હથિયાર) રાખી ઉભો છે અને તે કોઇ ગુન્‍હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંધાને બાતમીવાળી જગ્‍યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટનો તમંચો ભવરસિંહ કેંદુભાઇ વાસ્‍કલા (ઉવ.૨૪) ધંધો. મજુરીકામ રહે. ઇંડી ફળીયા, તા.જોબટ જી.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) હાલ રહે. વાછકપર રણજીતભાઇ ભીખાલા લુવણની વાડીએ તા. ટંકારા, જી. મોરબીને ઝડપી અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના હેઠળ પી.બી.લક્કડ પો.સબ. ઇન્‍સ. ઇન્‍ચાર્જ એસ.ઓ.જી.શાખા તથા એસ.ઓ.જી. ટીમને આંતર રાજ્‍યનાં એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

 

(1:25 pm IST)